અમરેલીમાં દીપડાનો આતંક, ખેડૂત પર કર્યો હુમલો - AMR
🎬 Watch Now: Feature Video

અમરેલીઃ ખાંભાના બોરાળા ગામના ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો. વાડી વિસ્તારમાં કામ કરી પોતાના બળદને પાણી પીવરાવતી વેળાએ દીપડો પાછળથી આવી ખેડૂત પર સીધો હુમલો કર્યો હતો. જેમાં ખેડૂતને હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેને 108 મારફતે ખાંભા દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સતત વધી રહેલા દીપડાના ત્રાસથી ખેડૂતો ચિંતિત છે.