હવે વોટ માગવા આવશે તો ચપ્પલથી કરીશું સ્વાગત, વરસાદમાં ખરાબ સ્થિતિ પછી સ્થાનિકોનો રોષ - સુખરામ રાઠવા સ્થાનિકોને મળ્યા
🎬 Watch Now: Feature Video
નવસારીઃ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નવસારીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત (Leader of Opposition in Gujarat Assembly Sukhram Rathwa visited Navsari) લીધી હતી. સાથે જ તેમણે સ્થાનિક પાલિકાની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા (Rage among people of Navsari) હતા. અહીં તેમણે મિથિલા નગરી, રંગુનવાલા નગર સહિતના વિસ્તારોમાં જઈ લોકોની સમસ્યા સાંભળી (Sukhram Rathwa met Locals of Navsari ) હતી. તો સ્થાનિકોએ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ-કોર્પોરેટરો સ્થાનિકોની મુશ્કેલી સમયે ન આવતા રોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં 14 એવા વિસ્તારો છે કે, જ્યાં પૂરની સૌથી વધારે અસર જોવા મળી હતી. સાથે જ નવસારી જિલ્લામાં કુલ 53,000 હેક્ટર ખેતરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ત્યારે વિરોધ પક્ષના નેતાએ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સાથે જ રાજ્ય સરકારમાં અલગથી ખેડૂતો માટે સહાય જાહેર થાય એવી માંગ પણ કરવામાં આવશે.