શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓ પાસે કરાવ્યું ટોઇલેટ સાફ - શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓને શૌચાલય સાફ કરવ્યા
🎬 Watch Now: Feature Video
કર્ણાટક ગદગ જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષિકા વિદ્યાર્થિનીઓ પાસે બળજબરીથી ટોયલેટ સાફ (the teacher made students clean the toilets In Karnataka) કરાવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે હવે હંગામો મચી ગયો છે. આ ઘટના અહીંના નાગવી ગામની છે, જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષિકાએ વિદ્યાર્થીનીઓ ગેરહાજર હોય તો તેમને શૌચાલય સાફ કરવા કહ્યું હતું. શિક્ષિકાએ એમ પણ કહ્યું કે, જો તેણી આવું નહીં કરે તો તેને વધુ આકરી સજા થશે. આ પછી 4 5 વિદ્યાર્થીનીઓએ ટોયલેટ સાફ કર્યું હતું. શિક્ષકે વિદ્યાર્થિનીઓને ધમકી પણ આપી હતી કે, જો તેણીએ આ વિશે કોઈને કહ્યું તો તે તેમને મારી નાખશે. જો કે, આ ઘટનાનો વીડિયો ત્યાં રસોઈ સહાયક વિજયાલક્ષ્મીએ બનાવ્યો હતો. વીડિયો સામે આવતાં અધિકારીઓએ સંબંધિત શિક્ષિકા સહિત અન્યોને સબક શીખવાડી દીધી હતી. વિજયાલક્ષ્મીએ શિક્ષક પર તેમને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.
Last Updated : Aug 10, 2022, 6:41 PM IST