પાટણમાં કાલિકા મંદિર ખાતે વિશેષ પૂજા યોજાઈ - પાટણ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
પાટણ: વર્ષો પહેલા કિલ્લામાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાકાળી માતાની મૂર્તિને પાટણના પ્રતાપી રાજા સિદ્ધરાજ જય સિંહે સ્થાપિત કરી હતી. ત્યારથી આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કાળી ચૌદશ એટલે કે સાધના દિવસ. આ દિવસે સાધકો એકાંત સ્થળે જઈ રાત્રી દરમિયાન વિવિધ દેવી દેવતાઓની સાધના અને ઉપાસના કરે છે. ત્યારે નગર દેવી શ્રી મહાકાળી મંદિર પરિસર ખાતે સમૂહ કાલી પૂજાનું આયોજન મંદિરના પુજારી દ્વારા કરવામાં આવ્યુ હતુ.કાલી પૂજામા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા માતાજીનો અભિષેક ,શૃંગાર, પૂજન વિધિ કરવામાં આવી હતી.