ગીર સોમનાથ : એક પછી એક એમ ત્રણ ભૂકંપના આંચકાથી વહેલી સવારે તાલાલા ધણધણી ઉઠ્યું છે. વહેલી સવારે 7:13 કલાકે પહેલો આંચકો આવ્યો હતો. ત્યારબાદ બીજો આંચકો 7:15 કલાકે અને બાદમાં થોડી જ સેકન્ડમાં ત્રીજો આંચકો પણ આવ્યો હતો. એક સાથે ત્રણ ભૂકંપના આંચકાથી સોમનાથનું તાલાલા વહેલી સવારે ધણધણી ઉઠ્યું છે.
એક સાથે ત્રણ ભૂકંપના આંચકા : સોમનાથના તાલાલામાં એક સાથે ત્રણ ભૂકંપના આંચકા આવતા વહેલી સવારે સમગ્ર પંથક ધણધણી ઉઠ્યું હતું. બે-બે મિનિટના અંતરાલે ત્રણ ભૂકંપના આંચકા નોંધાતા શહેરના લોકો પણ ભયભીત બન્યા હતા. સવારે 7:13 કલાકે 2.1 તીવ્રતાનો પ્રથમ આંચકો નોંધાયા બાદ 7:15 કલાકે 1.9 તીવ્રતાનો વધુ એક આંચકો નોંધાયો હતો.
તાલાલા પંથક ધણધણી ઉઠ્યું : આમ વહેલી સવારે 7:30 વાગ્યાના અરસામાં તાલાલાની ધરતી એક સાથે ત્રણ ભૂકંપના હાચકાથી ધણધણી ઊઠી હતી. આ ભૂકંપના આંચકાથી વર્ષ 2002માં આવેલા કચ્છના ભૂકંપની યાદ લોકોને તાજી થઈ ગઈ હતી. જે રીતે એક સાથે ત્રણ ભૂકંપ નોંધાયા છે, પરંતુ સદનસીબે ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાના હજુ સુધી કોઈ પુરાવા કે અહેવાલ મળ્યા નથી.
મહત્તમ 2.3 તીવ્રતાના આંચકા નોંધાયા : રેક્ટર સ્કેલ પર પહેલા આંચકાની 2.1 તીવ્રતા માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 11 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ પર નોંધાયું હતું. તો બીજા આંચકાની તીવ્રતા 1.9 માપવામાં આવી છે, જેનું પણ કેન્દ્ર બિંદુ ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું. થોડી સેકન્ડ બાદ ત્રીજો આંચકો પણ આવ્યો જેની તીવ્રતા 2.3 નોંધવામાં આવી છે. તેનું કેન્દ્ર પણ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઇસ્ટ-નોર્થ ઇસ્ટમાં નોંધવામાં આવ્યું છે.