શિવસેનાનું મુંબઈમાં ગુજરાતી કાર્ડઃ ‘મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા’ કાર્યક્રમ યોજાયો - મુંબઈમાં જલેબી અને ફાફડ, ઉદ્ધવ ઠાકરે આપણા
🎬 Watch Now: Feature Video

મુંબઈ : BMC(મુંબઇ મહાનગરપાલિકા)ની આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભાજપ શિવસેનાને જોરદાર ટક્કર આપે તેવી શક્યતા છે. ત્યારે શિવસેનાએ ગુજરાતીઓને પોતાની પડખે લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. ત્યારે રવિવારના રોજ જોગેશ્વરી-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા ગુજરાતી ભવનમાં શિવસેનાના રાષ્ટ્રીય સંઘટક હેમરાજ શાહે મુંબઈમાં રહેતા ગુજરાતીઓની એક બેઠક બોલાવી હતી. જેની ટેગલાઇન છે ‘મુંબઈમાં જલેબી અને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા’. દર મહિને અલગ-અલગ જગ્યા પરથી આ કાર્યક્રમ કરવામાં આવશે. સાથે હેમરાજ શાહે સીટને લઇ જણાવ્યું કે, અત્યારથી નક્કી કરવામાં નહીં આવે પણ પહેલા વડાપાઉં બાદ જલેબી-ફાફડા એટલે કે પ્રથમ મરાઠી પ્રજા બાદમાં ગુજરાતી આવશે.