ભારે વરસાદના કારણે આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા - undefined
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ઉપલેટા નજીક આવેલા સિદસરના ઉમિયા સાગર ડેમમાં પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 0.3 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપલેટા તાલુકાના છ તેમજ સીદસર ગામને એલર્ટ પણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા અને નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવાની આપી સૂચના આપવામાં આવી હતી. ડેમની સપાટી 71.5 મીટરની હતી. જેમાં પાણીની સપાટી 69.5 મીટર પહોંચેલ હતી. ડેમમાં 546 ક્યુસેક પાણીની આવક ચાલુ હતી. સામે તેટલોજ જથ્થો છોડવામાં આવ્યો હતો. બે દરવાજા ખોલવામાં આવેલ હોય અધિક્ષક ઈજનેર રાજકોટ સિંચાઈ વર્તુળ ફ્લડ સેલ રાજકોટ દ્વારા આ ચેતવણી આપવામાં આવેલ હતી.