પંચમહાલના ખોજલવાશા ગામે શાકભાજીની આડમાં ગાંજાનો જથ્થો ઝડપાયો - Khojalwasa village
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ ખોજલવાસા ગામે શાકભાજીની ખેતીની આડમાં ખેતરમાં ગાંજાની ખેતી કરનારા એક ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 39 લાખ 24 હજારનો 392 કિલો લીલા ગાંજાનો જથ્થો શહેરા પોલીસે કબ્જે કર્યો હતો, ગાંજાની ખેતી કરનારા ખેડૂત બકુલભાઈ તેરસિંહ બારીઆ ખોજલવાસા ગામના માજી સરપંચ હોવાનું જાણવા મળ્યું હતુ. જેમણે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યુ હતુ. જેની એન.એમ.પ્રજાપતિને બાતમી મળતા છાપો મારી લીલા ગાંજાના 230 છોડને કબ્જે કર્યા હતા. ગાંજાના છોડનું વાવેતર કરનારા ખેડૂત બકુલભાઈ તેરસીંગભાઈ બારીઆ સામે નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપસ હાથ ધરી હતી.