ઉપલેટા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ, ઇક્કો કારે 1 ને હડફેટે લેતા ઘટના સ્થળે મોત - Dhoraji Civil Hospital
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9941266-thumbnail-3x2-uspleta.jpg)
રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરના ઉપલેટા રોડ પર ભાદરના પુલ પાસે રાજુભાઈ નામના એક ખેત મજુર રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન અજાણ્યા ઈકો કાર ચાલકે હડફેટે લેતાં રાજુભાઇનું ઘટના સ્થળે મૃત્યું થયું હતું અને કાર ચાલક નાસી છૂટ્યો હતો. મૃતક રાજુભાઈને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ધોરાજી પોલીસે અજાણ્યાં ઇક્કો કાર ચાલકની તપાસ હાથ ધરી છે.