વરસાદે ઐતિહાસિક શિવાલયને લેવડાવી જળ સમાધિ, જૂઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર : સંખેડામાં ધોધમાર વરસાદના(Rain in Chhotaudepur) કારણે ઉંછ નદીનાં પૂર જેવી સ્થિતિ સર્જાની હતી. ભારે વરસાદના લિધે અર્જુનનાથ મંદિરનો પાછળનો ભાગ ધરાશાઇ થયો(historic shivalaya in chhota udepur was submerged in water) હતો. અર્જુનનાથ મંદિર નદીનાં કિનારા પર સ્થાઇ હતું. જેમાં વરસાદે ઐતિહાસિક શિવાલયને જળ સમાધિ લેવરાવી હતી. લોકવાયકા પ્રમાણે આ મંદિર 14 વર્ષના વનવાસ કાળ દરમિયાન પાંડવો દ્વારા સ્વહસ્તે સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મંદિરના આગળના ભાગમાં અર્જુનનાથ મહાદેવ તેમજ પાછળના ભાગે નકુલેશ્વર મહાદેવનું શિવાલય ઉચ્છ નદીના જળમાં સમાઈ ગયું છે. આ ઘટનાને લઇને ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.