હાર્દિક પટેલે આચાર સંહિતા ભંગના કેસમાં વઢવાણ કોર્ટમાં આપી હાજરી - હાર્દિક પટેલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5105140-thumbnail-3x2-vdhvan.jpg)
સુરેન્દ્રનગર: ચૂંટણી અગાઉ વઢવાણ ભક્તિ નંદન સર્કલ પાસે પાસ કન્વીનર હાર્દિક પટેલની જાહેર સભા યોજાઇ હતી. આ સભામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ પર આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી. જે બનાવના કેસ સંદર્ભે કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. આચાર સંહિતા ભંગની ફરિયાદ બાબતનો કેસ વઢવાણ કોર્ટમાં ચાલી જતા મુદત સંદર્ભે સોમવારના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલનું વઢવાણ ખાતે આગમન થયું હતું, આ વેળાએ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.