નવસારી: નવસારીના ચોવીસી ગામના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે પોલીસે અનોખી પહેલ કરી છે. નવસારી જિલ્લા પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 50થી વધુ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે ગુજરાતી ફિલ્મ 'ઉંબરો'નું વિશેષ સ્ક્રિનિંગ યોજ્યું હતું.
ઘરનો ઉંબરો ઓળંગીને લંડન ફરવા ગયેલી 7 માનુનીઓના જીવન ઉત્સવ ઉપર બનેલી ફિલ્મ 'ઉંબરો' નવસારીના ગુર્જર વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ મન ભરીને માણી હતી. પોલીસે કરેલી અનોખી પહેલથી વૃદ્ધોના મુખ પર હાસ્ય રેલાયું હતું.
50 વૃદ્ધોને પોલીસે બતાવી ફિલ્મ
નવસારી જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત નવસારીના ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે હાલમાં જ રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ 'ઉંબરો' જોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય અને તેમનો પરિવાર વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયો, ત્યારે વૃદ્ધોએ તેમની સમક્ષ ફિલ્મ જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી DySP એ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ચર્ચા કરી, જિલ્લા પોલીસે તાત્કાલિક સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત નવસારીના ગિરિરાજ મલ્ટીપ્લેક્ષમાં વૃદ્ધાશ્રમના અંદાજે 50 વૃદ્ધોને ઉંબરો ફિલ્મ બતાવી હતી.
![વૃદ્ધાશ્રમના વડીલોને પોલીસે ફિલ્મ બતાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/gj-nvs-01-vrudhhono-aanand-avbb-gj-100079mp4_13022025104408_1302f_1739423648_944.jpg)
વૃદ્ધો સાથે જિલ્લા પોલીસના અધિકારીઓ અને મહિલા પોલીસ પણ વૃદ્ધોની સહાય અર્થે જોડાઈ હતી. વૃદ્ધોએ ફિલ્મ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ હંમેશા આનંદિત રહેવું જોઈએ એવો ભાવ વ્યક્ત કરવા સાથે પોલીસ વિભાગ આવા આયોજનો કરતું રહે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી. વૃદ્ધોને ફિલ્મ બતાવવાનું આયોજન કરી હંમેશા ગુનેગારો સામે કડકાઈ દેખાડતી પોલીસે માનવતા મહેકાવી, હૃદયની કોમળતા સાથે વૃદ્ધો વડીલોને જોઈ માતા પિતાને ફિલ્મ બતાવી હોય એવો અનુભવ થયા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.
![વૃદ્ધાશ્રમના વડીલોને પોલીસે ફિલ્મ બતાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2025/gj-nvs-01-vrudhhono-aanand-avbb-gj-100079mp4_13022025104408_1302f_1739423648_195.jpg)
આ પણ વાંચો: