Gwalior Firing LIVE Video : પારિવારિક જમીન વિવાદમાં પિતા-પુત્રની ફાયરિંગનો લાઈવ વીડિયો - પારિવારિક જમીન વિવાદમાં પિતા-પુત્રની ફાયરિંગનો લાઈવ વીડિયો
🎬 Watch Now: Feature Video
ગ્વાલિયરના મોહના પોલીસ સ્ટેશન વિસ્તારના ચરાઈ ગામમાં જમીનના વિવાદને લઈને એક મામલો સામે આવ્યો છે. જેમાં પિતા-પુત્ર ટેરેસ પરથી ફાયરિંગ (Gwalior Firing LIVE Video) કરી રહ્યાં છે. આ ફાયરિંગ (Mp father son firing) માં ઘરમાં બેઠેલી મહિલાને પીઠના ભાગે ગોળી વાગી છે. મહિલાને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, મામલો મોહના પોલીસ સ્ટેશન વિસ્તારના રેહત ચરાઈ ગામનો છે, જ્યાં બઘેલ પરિવારમાં જૂનો જમીન વિવાદ (mp land controversy)ચાલી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છત્રપાલ બઘેલ પોતાની જમીનનો પાયો ખોદી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા તેમના કાકા હકીમ સિંહ બઘેલ તેમના પુત્ર સાથે તેમને રોકવા આવ્યા હતા. જ્યારે છત્રપાલ બઘેલ સંમત ન થયા, ત્યારે તેના કાકા હકિમ સિંહ બઘેલ તેના પુત્ર સાથે ટેરેસ પર પહોંચ્યા અને બંને પિતા અને પુત્રએ ટેરેસ પરથી ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં છત્રપાલ સિંહની પત્ની મીનાને પીઠના ભાગે ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.