PM મોદીએ ગુજરાતના પાવાગઢમાં કાલિકા માતા મંદિરના 500 વર્ષ પછી શિખર પર ધ્વજારોહણ કર્યું - Narendra modi Gujarat visit

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 18, 2022, 4:02 PM IST

ગુજરાતના પંચમહાલ જિલ્લાના (Panchmahal district) પ્રસિદ્ધ મહાકાળી મંદિરની દરગાહ તેના રખેવાળની ​​સંમતિથી ખસેડવામાં આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શનિવારે મંદિરની શિખર પર ધજા ફરકાવી હતી. વડાપ્રઘાને કહ્યું કે, મહાકાલી મંદિરમાં ફરકાવવામાં આવેલી ધજા ન માત્ર આધ્યાત્મિકતાનું પ્રતિક છે, પરંતુ તે દર્શાવે છે કે સદીઓ વીતી જવા છતાં આપણી આસ્થા મજબૂત છે. આઝાદીના 75 વર્ષ દરમિયાન પણ ગુજરાતમાં મહાકાળી મંદિર પર પાંચ સદીઓ સુધી ઝંડા ફરકાવવામાં આવ્યા ન હતા. લગભગ 500 વર્ષ પહેલા સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરના શિખરનો નાશ કરવામાં આવ્યો હતો. જો કે, પાવાગઢ ટેકરી (Pavagadh Hill) પર 11મી સદીમાં બનેલા આ મંદિરના શિખરને પુનઃવિકાસ યોજના હેઠળ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ પુનઃવિકાસિત મહાકાલી મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિર ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો એક ભાગ છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ છે અને દર વર્ષે લાખો ભક્તો મંદિરની મુલાકાતે આવે છે. મંદિરના એક અધિકારીએ જણાવ્યું કે, 15મી સદીમાં ચાંપાનેર પરના હુમલા દરમિયાન સુલતાન મહમૂદ બેગડા દ્વારા મંદિરના મૂળ શિલાને તોડી પાડવામાં આવ્યો હતો. PM મોદી સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat Chief Minister Bhupendra Patel) પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.