નવસારીમાં સાંબેલાધાર વરસાદ, રાહતને બદલે આફતનો મેઘ 'સાદ' - નવસારી વરસાદ
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લામાં ચાર દિવસોથી વરસી રહેલો સાંબેલાધાર વરસાદ રાહતને બદલે હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને જિલ્લામાં વાંસદા તાલુકામાં 24 કલાકમાં સવા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે સવારથી લઈ સવારે 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 88 મિમી સડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જેને કારણે (Gujarat Navsari Rain Update) નદી નાળા છલકાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. વાંસદાના સુરખાઈથી ઉનાઈ માર્ગ પર પણ પાણી ફરી વળતા (Gujarat Rain Update) વાહન વ્યવહાર અવરોધાયો છે, ખાસ કરીને રસ્તાની નજીકના 5 ઘરોમાં પાણી ભરાતા પરિવારોને સ્થળાંતર (heavy Rain In Navsari) કરવાની ફરજ પડી હતી. જ્યારે ઘર વખરીને પણ હજારોનું નુકશાન થયું હતું. આજે શયની એકાદશી હોવાથી (gujarat navsari heavy rain update) ઉનાઈ માતાજીના દર્શને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે, ત્યારે સુરખાઈ સર્કલથી ઉનાઈ માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી.