વિધાનસભા સત્રનો અંતિમ દિવસ : લમ્પી વાયરસ મુદ્દે કૉંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ, વિવિધ મુદ્દાઓ પર હંગામો - વિધાનસભા સત્ર બીજો દિવસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16441537-thumbnail-3x2-.jpg)
ગાંધીનગર: ગુજરાત વિધાસનભા ચોમાસું સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે(Gujarat Assembly Monsoon Session ). આજે લમ્પી વાયરસ મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકાઆઉટ કર્યું હતું (Congress Leaders walk out). લમ્પી વાયરસ મુદ્દે રજુઆત કરતા કોંગ્રેસના ધારાસભ્ય વેલ તરફ ધસી આવ્યા હતા. જે બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. આ ઉપરાંત તેલના ભાવ મુદ્દે કોંગ્રેસે ગૃહમાં હંગામો થયો હતો. કૉંગ્રેસે તાનાશાહી નહીં ચલેગીના સૂત્રો લગાવ્યા હતા. બીજી તરફ લમ્પી વાયરસથી પશુઓને બચાવવાની માંગ પણ ઉઠી હતી. કોંગ્રેસના સૂત્રોચ્ચાર વચ્ચે અધ્યક્ષે ગૃહની કાર્યવાહી ચાલુ રાખી હતી.
Last Updated : Sep 22, 2022, 1:33 PM IST