પોરબંદરના કુતિયાણાના કોટડા ગામે જળચર પ્રાણીની દહેશત, ત્રણ ભેંસોના કર્યા મારણ - Gujarat News
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ કુતિયાણા તાલુકાના કોટડા ગામે આવેલા પાટ નદી પાસે જળચર પ્રાણીએ દહેશત ફેલાવી છે. આ જળચર પ્રાણી ભેંસને પકડી પાણીમાં લઈ જાય છે અને લોહી ચૂસી હાડપિંજર બહાર ફેંકી દે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ જળચર પ્રાણી ભેંસને પકડી પાણીમાં લઈ ગયા બાદ ત્રણ ચાર કલાક પછી ભેંસનું હાડપિંજર બહાર ફેંકી દીધુ હતુ. આથી આ મગર ન હોય અન્ય કોઈ પ્રાણી અનુમાન લોકોએ કર્યું હતું. જોકે વન વિભાગના કર્મચારીઓ પણ અહીં પહોંચી ગયા હતા ને તબીબોએ પણ આ અંગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પ્રાથમિક દ્રષ્ટીએ આ પ્રાણી મગર ન હોવાનું જણાવતા કુતિયાણાના વન અધિકારીએ ભેંસના પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે તેમ જણાવ્યુ હતુ.