સુરેન્દ્રનગરમાં ખાનગી કંપનીઓની દાદાગીરી, અગરીયાઓના ચોથા દિવસે રણમાં પ્રતિક ઉપવાસ - News of Surendranagar
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રાના કુડાના રણમાં અગરીયાઓ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. ખાનગી કંપની અગરીયાઓને સસ્તા ભાવે મીઠું વેચવા દબાણ કરે છે. ખાનગી કંપની દ્વારા અગરીયાઓને પકવેલુ મીઠું નક્કી કરેલા કંપનીને જ વેચાવા દબાણ કરતી હોવાનો અગરીયા દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. રણમાં મીઠું પકવતા 40 પાટાના અગરીયાઓને કંપની પોતાની જમીન હોવાથી મીઠું તેમને જ વેચવું પડશે તેવુ દબાણ કરે છે. અગરીયાઓ દ્વારા પકવેલુ મીઠાના ભાવ એક ટનના રૂપીયા 340 છે. ત્યારે કંપની રૂપીયા 170ના ભાવે વેચવાનું દબાણ કરે છે. પકવેલુ મીઠું અગરીયાઓને અન્ય જગ્યાએ વેચવા દેવામાં ન આવતા હોવાથી 40 જેટલા પાટાના અગરીયાઓ હાલ પ્રતિક ઉપવાસ પર રણમાં ઉતર્યા હતા.