દ્વારકામાં વરસાદથી વિજપોલ ધરાશાયી,ખેડૂતોએ PGVCL અધિકારીઓને આપ્યું આવેદનપત્ર - આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાનું છેવાળાનો તાલુકો એટલે દ્વારકા આ વર્ષે ઓછા વરસાદ તેમજ વીજળીની સમસ્યાને કારણે ખેડૂતો છતે પાણીએ નુકસાન જવાની આશંકા છે. PGVCL ઓખા કચેરીના વીજપોલ ધરાશાયી થઇ જતાં ખેડૂતોને સમયસર સિંચાઇનો લાભ મળી શક્યો નથી જેથી ખેડૂતોને ખેતપેદાશોમાં ભારે નુકસાન થવાની આશંકા છે. વારંવાર થતા PGVCLના પાવર કટને કારણે ખેડૂતોએ ઓખા PGVCLના અધિકારીઓને બોલાવી આ અંગે રોષ પુર્વક રજૂઆત કરી હતી. તેમ જ એક અઠવાડિયાનો સમય આપ્યો છે. એક અઠવાડિયામાં સમસ્યાનો ઉકેલ નહીં આપવામાં આવે તો ખેડૂતો સમગ્ર તાલુકામાં જલદ આંદોલન કરશે તે સાથેનું આવેદનપત્ર પણ આપ્યું હતું.