ભારે પવનના કારણે 2000 ટનની ક્ષમતા વાળુ જહાજ પોરબંદર ચોપાટી પર તણાઇ આવ્યું - Porbandar news
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ હવામાન વિભાગ દ્વારા ભારે પવનની આગાહી કરવામાં આવી છે અને તેના પગલે ત્રણ નંબરનું સિગ્નલ પણ બંદર પર લગાવ્યું છે. મોટાભાગના જહાજો અને બોટ જેટી પાસે પાર્કીંગ કરેલા હોય છે. ત્યારે પોરબંદરમાં અંદર જઈ શકે તેમ ન હોવાથી પોરબંદરના ઓમ દત્તા સીધી રાજ નામનું જહાજ બહાર હતું. મોટું હોવાથી બંદર પર અંદર જઇ શકે તેમ ન હોવાના કારણે બહાર પાર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ વધુ પવનના મારને કારણે લંગર પરથી છુટી જતા ચોપાટી સુધી તણાયું હતું. જો કે, કોઈ જાન-માલને નુકસાન ન થયું હોવાનું માલિકે જણાવ્યું છે. આ ઉપરાંત પોરબંદરમાં ગતરાત્રીના એક નાની બોટ પણ તણાઇને આવી હતી જેમાં ચાર જેટલા ખલાસીઓ કિનારે બહાર નીકળી ગયા હતા. હાલ આ જહાજને ફરી દરિયામાં સુરક્ષિત સ્થળે રાખવાની કાર્યવાહી થઈ રહી છે.