કાંકરિયા લેકમાં આજે બાળકીઓ અને મહિલાઓને મળશે Free Entry, જાણો કારણ - AMC decision for women
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં આવેલા કાંકરિયા લેકમાં આજે રાત્રે 8 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી બાલિકાઓ અને મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ (Free entry at Kankaria Lake for Girls and women) આપવામાં આવશે. આજે (શુક્રવારે) જયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ (Last day of Jaya Parvati Vrat) છે. તેને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય (AMC decision for women) કર્યો હતો. સાથે જ કાંકરિયા લેકમાં 4 સ્ક્રિન ગોઠવવામાં આવશે, જેમાં હિન્દી અને ગુજરાતી ફિલ્મો બતાવવામાં આવશે. મહિલાઓ અને બાલિકાઓને ગેટ નંબર 1 અને 3 પરથી પ્રવેશ મળશે. જ્યારે અન્ય તમામ ગેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. સાથે જ કાંકરિયામાં રાત્રિ સુરક્ષામાં મહિલા સિક્યોરિટી મૂકવામાં આવી છે. આજે રાત્રિના જાગરણના કારણે કાંકરિયામાં કોઈ પણ પુરૂષ કે 12 વર્ષથી વધુ વયના છોકરાને પ્રવેશ આપવામાં નહીં આવે.