ઘેડના આ ચિંતાજનક દ્રશ્યો ડ્રોનમાં થયા કેદ - ઘેડ વિસ્તારના ડ્રોનના દ્રશ્યો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: પાછલા 48 કલાકથી જૂનાગઢ અને આસપાસના ઘેડ વિસ્તારો (Flood in Ghed) ઓજત અને ભાદર નદીના પૂરને કારણે પાણીથી ડુબાડુ થયા છે. કેટલી હદે પુરનું પાણી ઘેડ વિસ્તારમાં આફતનું પાણી બનીને ફરી રહ્યું છે તે આ ડ્રોનના દ્રશ્યો મારફતે જોઈ શકાય છે. આફતનો આ સમય ચોક્કસ ચિંતા અને મુશ્કેલીનો છે, પરંતુ અમે અમારા દર્શકો માટે ડ્રોનના દ્રશ્યો ઘેડને કઈ રીતે પૂરનું પાણી આફતમાં ડુબાડી રહ્યું છે તેને લઈને દર્શાવી રહ્યા છે. ડ્રોનના દ્રશ્યો જોતા જ પ્રથમ નજરે ઘેડની પરિસ્થિતિ આજના દિવસે શું હશે તેની કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે, ત્યારે ચો તરફ પાણીના બેટ સમો ભાસતો જૂનાગઢની આસપાસનો ઘેડ વિસ્તારના દ્રશ્ય ડ્રોન કેમેરામાં કેદ થયા છે.