વાઘોડિયા અકસ્માત: સુરતના એક જ પરિવારના 5 સભ્યોના મોત થતા શોકનો માહોલ - સુરતના અકસ્માતના સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત: વડોદરાના વાધોડિયા ચોકડી પર ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. સુરતના પૂણાગામ વિસ્તાર ખાતે આવેલી આશાનગર સોસાયટીમાં રહેતા હરેશભાઇ જીંજાડા તેમના પરિવારના 9 સભ્ય સહિત 36 લોકો ટેમ્પા મારફતે પાવાગઢ, ડાકોર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર જવા માટે રાત્રે નીકળ્યા હતા. વડોદરા નજીક આવેલા વાઘોડિયા ખાતે ટ્રેલર સાથે અકસ્માત નડતા ટેમ્પોમાં સવાર 11 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજયું હતું. જેમાં સુરતના એક જ પરિવારના 5 સભ્યોના મોત નિપજતા શોકનો માહોલ સર્જાયો હતો. હાલ મૃતક તેમજ પાડોશીઓમાં શોકનું વતાવરણ જોવા મળી રહ્યું છે.