ડભારી દરિયા કિનારો સહેલાણીઓ માટે ફરી બંધ કરવામાં આવ્યો - ડભારી દરિયા કિનારો સહેલાણીઓ માટે ફરી બંધ કરવામાં આવ્યો
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનો ડભારી દરિયામાં ભારે કરંટ જોવા મળતા (Dabhari beach high alert) વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે દરિયા કાંઠે સહેલાણીઓની અવર જવર પર પ્રતિબંધ (Dabhari beach was again closed for tourists) મૂકી દીધો હતો. સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઇને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે, ત્યારે ઓલપાડ તાલુકાનો ડભારી દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને ઊંચા મોજા ઉછલી રહ્યા હતા. જેને લઇને સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા હાલ દરિયા કિનાર તરફ પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ દરિયા તરફ જવાના મુખ્ય માર્ગ પર ઓલપાડ પોલીસ અને સાગર સુરક્ષા દળના જવાનો ખડેપગે તૈનાત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, રજાના દિવસોમાં ડભારી દરિયા કિનારે બહોળી સંખ્યામાં સહેલાણીઓ આવે છે.
TAGGED:
Dabhari beach high alert