વડોદરા ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે વિવાદિત ચિત્ર પદર્ષણ મામલો, સિન્ડિકેની બેઠકમાં લેવાઈ શકે છે જવાબદારો સામે પગલાં - તે વિવાદિત ચિત્ર પદર્ષણ
🎬 Watch Now: Feature Video
ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે હિન્દૂ દેવી દેવતાઓ ના વાંધાજનક ચિત્રો બનાવી દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો.જ્યાર બાદ ઘટનાના 1 સપ્તાહ બાદ આર્ટ વર્ક બનાવનાર કુંદન યાદવ સામે ગુનો નોંધાયો છે. 31 જેટલા એબીવીપીના કાર્યકરો સામે પણ ગુનો નોંધાયો છે. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી દ્વારા પોતાનો રિપોર્ટ સિન્ડિકેટમાં રજૂ કરાયો હતો. જે અગાઉ સેનેટ મેમ્બર્સ અને સિન્ડિકેટ મેમ્બરો એ આમને સમને આરોપ લગાવ્યા હતા. સેનેટ સભ્ય નિકુલ પટેલનું કહેવું છે કે, ફેકલ્ટીના આંતરિક વિવાદમાં બહારના તત્વોએ હિંસા મચાવી તે યોગ્ય નથી. તેમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. એબીવીપીનું કહેવું છે કે, ભારત દેશ અને હિન્દૂ દેવી દેવતાઓનું અપમાન કરનાર સામે કડક પગલાં લેવાવા જોઈએ. સિન્ડિકેટ બેઠક બાદ જ ખબર પડશે કે તપાસ સમિતિએના રિપોર્ટમાં કોણ ગુનેગાર છે તે અલગ વિષય છે. પરંતુ, એમ.એસ.યુનિવર્સીટી ફરી વિવાદમાં આવી છે તે વાત સત્ય છે.