વલસાડમાં અમદાવાદ મુંબઈ હાઈવે પર કન્ટેનરમાં લાગી આગ, જૂઓ વીડિયો - અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે
🎬 Watch Now: Feature Video
વલસાડ : વલસાડના નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પુર ઝડપે દોડતી એક ટ્રકમાં આગ (container caught fire on NH48 in Valsad) લાગી હતી. શરૂઆતમાં નાના પાયે લાગેલી આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આખી ટ્રક ભડકે બળી (Entire truck burst into flames) હતી. સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad Mumbai National Highway) પર ટ્રક ભડકે બળતા અને ટ્રકમાંથી ફટાકડા ફૂટતા હોય તેવા અવાજ આવતા હાઈવે પર ભયનો માહોલ છવાયો હતો. ઘટનાને કારણે થોડા સમય સુધી નેશનલ હાઇવે પરના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. જોકે, સલામતીના ભાગરૂપે થોડા સમય સુધી હાઇવે પરનો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.