પાટણમાં દુકાન બંધ કરાવવા બાબતે વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયું ઘર્ષણ
🎬 Watch Now: Feature Video
દેશમાં વધી રહેલી મોંઘવારીને પગલે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ કોંગ્રેસે પણ સવારે 8:00 થી બપોરે 12 વાગ્યા સુધી પાટણમાં વેપારીઓને દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. આજે સવારથી બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો માર્ગ ઉપર નીકળ્યા હતા અને જે દુકાનો ખુલ્લી હતી તે વેપારીઓને સમજાવીને દુકાનો બંધ કરી રહ્યા હતા. હિંગળાચાચર ચોકમાં આવેલી રેડીમેડની એક દુકાન ખુલ્લી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દુકાન બંધ કરાવવા માટે પહોંચ્યા હતા જ્યાં વેપારીએ દુકાન બંધ કરવાની ના પાડતા કોંગ્રેસ કાર્યકરો અને મહિલા કાર્યકરોએ દુકાનદારને ધક્કે ચડાવી જબરજસ્તીથી દુકાનનું શટર પાડી દેતા મામલો બીચક્યો હતો. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે તાત્કાલિક દોડી આવી મામલો થાળે પાડયો હતો. Congress Declaration Gujarat Bandh In Patan, Congress Declaration Gujarat Bandh