જામનગરમાં કમિશનરરેટ લાગું, મહાનગરપાલિકામાં તમામ નિર્ણય લેશે કમિશનર - Jamnagar Municipal Corporation
🎬 Watch Now: Feature Video
જામનગરઃ ફેબ્રુઆરી મહિનામાં કોર્પોરેશન તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જામનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમય પૂર્ણ થવાના કારણે તેમજ કોર્ટના આદેશ મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા સોમવારથી જ કમિશનરરેટ લાગું કરાઇ છે.જેથી જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ હવે તમામ નિર્ણય લેશે. મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ પોતાના વાહનો પણ મહાનગરપાલિકામાં જમા કરાવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં અંદાજિત છેલ્લા પખવાડિયામાં મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.