પાણીના ધસમસતા વહેણમાં પત્તાના મહેલની જેમ પુલ તૂટ્યો,જુઓ વીડિયો - છોટા ઉદેપુર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2022, 9:01 PM IST

છોટાઉદેપુરઃ મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં વરસાદે મુશ્કેલી (Massive Rainfall in Chhotaudepur) ઊભી કરી છે. રવિવાર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર (Waterlogged in Chhotaudepur) સ્થિતિ ઊભી થી હતી. નસવાડી પાસે આવેલી અશ્વિન નદી પરનો પૂલ પાણીના ધસમધતા પ્રવાહ સાથે તૂટી જતા પરિવહન ખોરવાયું હતું. બ્રીજના બન્ને છેડેથી વાહનવ્યવહાર અટકાવી (Effect Of Rain Gujarat) દેવામાં આવ્યો હતો. છોટાઉદેપુરનું મોઢલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. છોટાઉદેપુરના છ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરાથી છોટાઉદેપુરનો જોડતો હાઈવે પાણીની અંદર ઘુસી ગયો છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી (Rain disaster in Gujarat) વેઠવાનો વારો આવ્યો છે. ઉદેપુર જિલ્લાના બોડેલીમાં 10 કલાકમાં 16 ઈંચ વરસાદ પડતા ગામ આખું પૂરમાં ડૂબ્યું હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે પાવી જેતપુરમાં 10 ઈંચ, છોટાઉદેપુરમાં 9 ઈંચ અને ક્વાંટમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. સતત વરસાદ અને બ્રીજ તૂટી ગયો હતો. મધ્ય ગુજરાતમાં એકધારા વરસાદને કારણે નદીનાળા તથા તળાવ છલકાઈ ગયા છે. રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ થયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.