ભુજ નગરપાલિકાના વોર્ડ નં 1ના ભાજપના ઉમેદવારોએ જાહેરસભા સંબોધી - ગુજરાત
🎬 Watch Now: Feature Video
કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારોએ જાહેરસભા સંબોધી હતી અને સ્થાનિક લોકો પાસે મતની અપીલ કરી હતી. આ સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સ્થાનિકો તેમજ ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના ઉમેદવારો વહિદાબેન સમેજા, સરલાબેન ગોર, મોહમ્મદ જાવેદ સુમરા અને ઈમ્તિયાઝ સોઢાએ સમસ્યાઓ દૂર કરી અને વિકાસના કાર્યો આગળ વધારવાના વચનો આપી મત માટે અપીલ કરી હતી.