લાભના લક્ષણ ચાલુ : ચુંટણીને લઈને ભાવનગર મહાનગરપાલિકાએ વિકાસના કામોને આપ્યો વેગ - Dedication in One Year in Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં ધડાધડ કામોને (Bhavnagar Development Works) બહાલી અને કામોના ખાતમુહૂર્તઓ થઈ રહ્યા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી માથે છે તેવામાં છેલ્લા એક વર્ષમાં થયેલા કામો જોઈએ તો વેગ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકા ફટાફટ ઠરાવો પાસ અને કામોને ગ્રાન્ટ મળતા મંજુર કરી કામો આદરી રહી છે. શહેરમાં એક વર્ષમાં સૌથી વધુ રોડના કામો, SJMMSVY ગ્રાન્ટમાંથી 400 કુલ કામો 79 કરોડનાના ખાતમુહૂર્ત, સભ્ય, ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી 500 કામો કુલ 5 કરોડના મંજુર થયા તેમજ પાણી વિભાગ, સ્ટ્રીટ લાઈટના કામોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ કામોને વેગ આપવા પાછળનું કારણ આવનાર (Bhavnagar Development Works in One Year) વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે મેયર કીર્તિ દાણીધરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં 915 જેટલા કામો થયા છે. આ કામો કુલ 116.72 કરોડના મંજુર થયેલા છે. જેમાં 10.72 કરોડના કામોના (Grant for Development Works in Bhavnagar) તો લોકાર્પણ કરવામાં આવી ચુક્યા છે.