અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું હાઇકમાન્ડે કર્યું મંજૂર - કોંગ્રેસ હાઇકમાન્ડ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું હાઇ કમાન્ડ દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામું આપ્યું હતું. આ પહેલા કોર્પોરેશનમાં કોંગ્રેસની કારમી હાર થઇ હતી. જે બાદ હવે પાલિકા અને પંચાયતમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ હારની જવાબદારી સ્વીકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપ્યું હતું. માર્ચના અંત સુધીમાં નવા અધ્યક્ષ અને નવા વિપક્ષના નેતાની જાહેરાત કરવામાં આવશે.