અમદાવાદવાસીઓએ મ્યુનિસિપલ કમિશનરનાં નિર્ણયને બિરદાવ્યો...
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કડક પગલા લઈ લોકોને જાગૃત કરી રહ્યું છે, ત્યારે શહેરમાં ગુરુવારે ગણેશ વિસર્જન કરાયું હતું. જેમાં, સાબરમતી નદીમાં વિસર્જનને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને 61 જેટલા કૃત્રિમ કુંડ તૈયાર કર્યા હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કાયદાને માન્ય રાખીને લોકોએ મૂર્તિનું વિસર્જન કુંડમા જ કર્યું હતું, પરંતુ જો કોઈ પણ ભૂલથી નદીમાં વિસર્જન કરે તો તે માટે પણ ફાયરબ્રિગેડની બે બોટ નદીમાં પેટ્રોલિંગ કરતી હતી. તેમજ ૧૫૦ જેટલા સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કર્યા હતાં.