વડોદરા નજીક ખાદ્યતેલ લઇને જતું ટેન્કર પલ્ટી, લોકોએ કરી તેલની લૂંટ - વડોદરા પોલીસ
🎬 Watch Now: Feature Video
વડોદરા : મહારાષ્ટ્રના અકોલાની ખાનગી કંપનીમાંથી 32 ટન કાચું કપાસિયા તેલ લઇને એક ટેન્કર કડી તરફ જઇ રહ્યું હતું. વડોદરા નજીક તરસાલી પાસે ટેન્કર ડ્રાઇવરને ઝોકુ આવી જતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ખાઇ ગયું હતું, જે કારણે ટેન્કરમાં રહેલું તેલ ઢોળાઇ ગયું હતું. જે બાદ લોકોએ ડ્રાઇવરની મદદ કરવાની જગ્યાએ તેલ ભરવા માટે કેરબા લઇને તેલ ભરવા પહોંચી ગયા હતા. ટેન્કર ડ્રાઇવરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.