કેશોદ કોવિડ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીએ 3 માળેથી ઝંપલાવી કરી આત્મહત્યા - Nobel Covid Hospital
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેશોદમાં PGVCL નિવૃત કર્મચારી પ્રવીણ ડઢાણીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 18 સપ્ટેમ્બરના રોજ કેશોદ ખાતેની નોબેલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારે તેમણે હોસ્પિટલના ત્રીજા માળેથી ઝંપલાવી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ હોસ્પિટલ સ્ટાફને થતાં તાત્કાલિક કેશોદ પોલીસને જાણકરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.વધુ તપાસ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આધેડ શા કારણે આત્મહત્યા કરી તેનું કોઇ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી.