'નવી જવાબદારી સોંપે તો ભલે, ન સોંપે તો પણ ભલે કરીએ છીએ તેમ કામ કરીશું: વજુભાઇ - Prime Minister Modi's birthday
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13098378-thumbnail-3x2-sss.jpg)
રાજકોટ: વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે રાજકોટ શહેરનાં એરપોર્ટ રોડ નજીક હોટલમાં રક્તદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાણાં પ્રધાન તેમજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ એવા વજુભાઇ વાળા બન્ને દિગગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા પણ થઈ હતી કે, જેમાં વજુભાઇને પણ વિજય રૂપાણીને કંઈ જવાબદારી સોંપવામાં આવી તે જાણવા ઉત્સુકતા હતી. વજુભાઇએ રૂપાણીને પૂછી પણ લીધું કે, નવી જવાબદારી સોંપે તો ભલે અને ન સોંપે તો પણ ભલે કામ કરીએ છીએ તેમ આગળ કરતા રહીશું. જેના જવાબમાં રૂપાણીએ કહ્યું હા બરોબર છે.