મોદીની સભામાં આ કાર્યકર્તાએ આકર્ષણ જમાવ્યું, હેરસ્ટાઈલ પણ મોદી મોદી - વડાપ્રધાન મોદી કચ્છ મુલાકાત
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા છે ત્યારે લોકો તેમજ ભાજપના કાર્યકર્તાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છની મુલાકાત વખતે ભાજપના એક કાર્યકર્તાએ પોતાની હેરસ્ટાઈલમાં મોદી લખાીને સભામાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. સમગ્ર સભામાં લોકો એની હેરસ્ટાઈલ જોઈને ચોંકી ગયા હતા. ભાજપના કાર્યકર્તાનું નામ નંદુભાઈ મીઠવાની છે. જેઓ મૂળ ગાંધીધામના છે. જેઓ કચ્છમાં મોદીની મુલાકાત પ્રસંગે સભામાં ભાગ લેવા માટે આવ્યા હતા. મોદી પ્રત્યે પોતાનો એક આદર ભાવ વ્યક્ત કરવા માટે તેમણે આ પ્રકારની હેરસ્ટાઈલ કરાવી હોવાનું તેમણે કહ્યું હતું. Haircut with PM Modi names, PM Modi Kutch Visit, PM Modi Gujarat visit 2022