માણાવદરના પાદેડી ગામે એક 38 વર્ષના પુરુષનું નદીમાં ડૂબવાથી મોત - Junagadh News
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માણાવદરના પાદેડી ગામે એક 38 વર્ષના પુરુષનું નદીમાં પડી જતાં મુત્યુ થયુ હતુ. માણાવદર ડિઝાસ્ટર ટીમના માણસોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ડેડ બોડીને બહાર કાઢી હતી. મૃત્યુ પામનારા સંજય ભાઈ નાથા ભાઈ કેશવાલ વાડીએથી પરત ફરી રહ્યા હતા. તે સમયે પગ લપસી જતા પાણીમાં ગરક થયા હતા. જેથી તેમનું મોત નિપજ્યું હતુ. આગળની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.