રાજકોટ મનપાનો આજે 47મો સ્થાપના દિવસ, સિંગર જાવેદ અલી રાજકોવાસીઓને ડોલાવશે - Rajkot Municipal Corporation
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાને વર્ષ 1973માં 19 નવેમ્બરના દિવસે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. આજે રાજકોટ મહાનગરપાલિકાનો 47માં સ્થાપના દિવસ છે. જેને લઈને મનપા દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બોલિવૂડ સિંગર જાવેદ અલી રાજકોટવાસીઓને પોતાના અવાજને તાલે ઝુમાવશે. બીજી તરફ રાજકોટ જિલ્લા પ્રભારી અને રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ આજે રાજકોટમાં છે. તેમણે પણ મનપાના 47માં સ્થાપના દિવસની રાજકોવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકોટની ગણના પણ દેશના સ્માર્ટસિટીમાં થાય છે.