Ram Navami Festival In Dwarka : દ્વારકામાં રામનવમી પર જય શ્રી રામના નારા સાથે લોકો પોલીસ મથકે ઉમટ્યા, શા માટે જુઓ - Dwarka Police Station

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 11, 2022, 3:44 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

દેવભૂમિ-દ્વારકા : દ્વારકામાં રામનવમીના તહેવાર પર લોકોમાં (Ram Navami Festival In Dwarka) ભારે ઉત્સાહ ને ઉમંગ જોવા મળી રહ્યો હતો. પરંતુ રામનવમીનો (Dwarka Ram Navami 2022) તહેવાર પૂર્ણ થયા બાદ એક અનહોની ઘટના સામે આવી હતી. સાંજના સમયે દ્વારકામાં મસ્જિદની બહાર અસામાજિક તત્વો દ્વારા ઝંડો સળગાવતા મામલો ઉગ્ર બન્યો હતો. તેને લઈને દ્વારકા પોલીસ સ્ટેશન પાસેના હાઇવે રોડ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. અને આરોપીને પકડવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી. હજારોની સંખ્યામાં લોકો પોલીસ મથકે (Dwarka Police Station) પહોંચ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. પોલીસ મથકે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને હાઇવે રોડ જામ થઈ ચૂક્યો હતો. ભીડ બેકાબુ બની હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા લોકોને શાંતિ રાખવા એસ.પી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.