ETV Bharat / state

ભાવનગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા મનપાનો ICCC પ્રોજેકટ, આ પ્રોજેક્ટથી લોકોને શું ફાયદો થશે ? જાણો - BHAVNAGAR NEWS

"જાત મહેનત જીંદાબાદ" હા આવું કાંઈક ભાવનગર મહાનગરપાલિકા કરવા જઈ રહી છે. શહેરની સમસ્યાઓ સહિત સુવિધામાં વધારો કરવા માટે એક પ્રોજેકટ તૈયાર કર્યો છે.

ભાવનગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા મનપાનો ICCC પ્રોજેકટ
ભાવનગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા મનપાનો ICCC પ્રોજેકટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2025, 1:17 PM IST

ભાવનગર: ભાવનગરને ભારત સરકારે સ્માર્ટ સિટીમાં સમાવેશ કર્યો નથી. પરંતુ ભાવનગર મહાનગરપાલિકાએ જાતે સ્માર્ટ સીટી બનવા પ્રોજેકટ તૈયાર કર્યો છે. જેમાં મહાનગરપાલિકાએ સરકાર પાસે કરોડોની માંગ કરી છે. લોકોને પડતી સમસ્યાઓનો હલ જો આ પ્રોજેકટ અમલમાં આવે તો દૂર થઈ શકે તેમ છે. તેમજ કેટલીક સમસ્યાઓમાં ફરીયાદ કરવાની પણ જરૂર નહીં રહે તેવું મનપાનું માનવું છે.

સ્ટેન્ડિંગમાં કયો પ્રોજેકટ અને ઠરાવ મંજુર: ભાવનગરની કાયાકલ્પ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે કરોડો માંગવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ મંજુર થયો છે. ભાવનગરને સ્માર્ટ સિટીમાં ભારત સરકારે સમાવેશ કર્યો નથી, પણ મહાનગરપાલિકા સ્માર્ટ સીટીની હરોળમાં આવવા સરકાર પાસે પૈસા માંગવામાં આવ્યા છે. જો કે મહાનગરપાલિકાનો આ પ્રોજેકટ ટ્રીપલ આઈ તરીકે મુકવામાં આવ્યો છે.

ભાવનગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા મનપાનો ICCC પ્રોજેકટ (Etv Bharat Gujarat)

સ્માર્ટ સીટીની હરોળમાં આવવા આટલા સ્થળે કેમેરા લાગશે: કોમ્પ્યુટર વિભાગના અધિકારી અરવિંદ મેરે જણાવ્યું હતું કે, 'ICCC એટલે કે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સીસીટીવી પ્રોજેક્ટ. ખાસ કરીને ભારત સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના છ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદ. આ છ સીટીમાં અત્યારે ICCC પ્રોજેક્ટનું અમલીકરણ થયેલું છે. એ જ કન્સેપ્ટના આધારે આપણે ભાવનગર મહાનગરપાલિકામાં એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં આઈત્રીપલસી પ્રોજેક્ટનું અમલીકરણ કરવા માટે જઈ રહ્યા છીએ. આ પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકાની મિલકતો, મુખ્ય કચેરીઓ, જોનલ કચેરીઓ, વોર્ડ ઓફિસ, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય કેન્દ્ર, ડંપિંગ સાઇટ, એસટીપી અને આ ઉપરાંત અમુક જાહેર સ્થળો જેવા કે જંકશન પોઇન્ટ ,ગાર્બેજ આ તમામ સ્થળો ખાતે આપણે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાના છીએ.'

ભાવનગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા મનપાનો ICCC પ્રોજેકટ
ભાવનગરને સ્માર્ટ સિટીમાં ફેરવવા મનપાનો ICCC પ્રોજેકટ (Etv Bharat Gujarat)

કેટલા કેમરા અને શું ફાયદો: આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીની સ્થિતિ એ છે કે સર્વે કરવામાં આવ્યો છે એ મુજબ 1720 જેટલા કેમેરાનો સમાવેશ કરેલો છે. આ ઉપરાંત શહેરમાં અમુક સ્થળો ખાતે ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ જેનાથી આપણે જાહેરાત પણ કરી શકાય. સરકારી યોજનાનો પ્રસાર પ્રચાર પણ કરી શકાય. એ પણ આપણે ઇન્સ્ટોલ કરવાના છીએ. આ ઉપરાંત પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ છે, એન્વાયરમેન્ટ સેન્સર છે આ પણ આપણે ઇન્સ્ટોલ કરવાના છીએ.

કેટલા કરોડનો પ્રોજેકટ: આ પ્રોજેક્ટની અત્યારની સ્થિતિએ 134 કરોડ જેવી રકમ થવા જાય છે. આમાં આપણું એક આઈ ત્રીપલ સી સેન્ટર બનશે, એક બિલ્ડીંગ ઉભું થશે, તેમાં આપણી વીડિયોમાં વોલ હશે, સર્વર હશે, એનઓસી રૂમ હશે એવા ઘણા બધા કમ્પોનન્ટ આવરી લીધા છે. એક જ સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ હશે, ત્યાંથી આ તમામ લોકેશનનું સર્વેલંસ થશે અને ઘણી બધી આઇટી રિલેટેડ સર્વિસિસને એમાં ઈન્ટિગ્રેટ કરવામાં આવનાર છે.

પ્રોજેકટથી લોકોને ફાયદો શુ થશે: વોટર લોગીન પોઇન્ટ ઉપર કેમેરા ઇન્સ્ટોલ કરવાથી જ્યારે વરસાદ વધારે માત્રામાં પડે ત્યારે અમુક લેવલથી વધારે પાણી ભરાઈ જાય તો તરત જ આપણા કંટ્રોલ સેન્ટર ખાતે ઓટોમેટીક એલર્ટ જશે એટલે કે લોકો કમ્પ્લેન નોંધાવે ત્યાર પછી રિસોર્ટ કરવાના બદલે તુરંત જ આપમેળે એની અલગ નોટિફિકેશન મહાનગરપાલિકાના સંબંધિત કર્મચારીઓને મળી જશે, જેથી સત્વરે એનું નિરાકરણ થઈ શકશે.

આ ઉપરાંત વોટર ગારબેજ છે કે જ્યાં કચરાના ઢગલા થતા હોય છે ત્યાં પણ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેથી કોણ કચરો નાખી રહ્યું છે તે પોઇન્ટસ આગળ એની આઇડેન્ટીફાય કરીને એનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડી શકાય છે, એટલે શહેરની સ્વચ્છતામાં પણ વધારો થશે.

શહેરની કચેરીઓ સેન્ટ્રલાઈઝ થશે: આ ઉપરાંત મહાનગરપાલિકાની અત્યારે જે કચેરીઓ છે ત્યાં અલગ અલગ ઈન્ટરનેટ કનેક્શન છે તો તે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક કરીશું જેનાથી તમામ કચેરીઓને એક સેન્ટ્રલાઈઝ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ પ્રોવાઈડ કરી શકાશે.

આ પણ વાંચો:

  1. ગોડાદરા અગ્નિકાંડ: સાત દિવસ પહેલા બનેલી ગેસલાઈન ભંગાણની દુર્ઘટનામાં, એક જ પરિવારના 2 બાળકોના મોત
  2. ભાજપ નેતાને પોતાના જ નડ્યા, અમરેલીના ડુપ્લીકેટ પત્ર કાંડમાં સામે આવી સમગ્ર હકીકત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.