ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ વધુ પડતી અપેક્ષાઓ છોડવી અને થોડામાં સંતોષની નીતિ અપનાવવી - AAJNU RASHIFAL

આજે ચંદ્ર કુંભ રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2025, 1:00 AM IST

અમદાવાદ : આજે 05 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર કુંભ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપના ખિસ્સું નાણાંથી ભરેલું રહેશે. સમાજમાં આપના યશ અને કિર્તીમાં વધારો થાય. વેપારધંધામાં લાભ થાય. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન ગોઠવાય. બપોર પછી આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહેવાની શક્યતા નકારી શકાય નહીં. મૂડીરોકાણ કરતા પહેલાં વિચારવું. પરિવારના સભ્‍યો સાથે આપને કોઈપણ બાબતે તણાવ થઈ શકે છે માટે આ સ્થિતિ ટાળવાનો અગાઉથી જ પ્રયાસ કરવો. પારકી કડાકૂટમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. વાહન ચલાવતાં સંભાળવું તેમજ બિનજરૂરી ઉતાવળ ટાળવી.

વૃષભ: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે આપનો દિવસ શુભફળદાયી નીવડશે. નોકરી-ધંધામાં અનુકૂળ સંજોગો વચ્‍ચે આપના કામની કદર થાય. સમાજમાં માન પ્રતિષ્‍ઠાની વૃદ્ધિ થાય. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્‍યજીવનમાં ખુશાલી વ્‍યાપશે. નવા કાર્યોનું આયોજન કરવા અથવા નવું કામ શરૂ કરવા માટે શુભ સમય છે. સામાજિક આર્થિક ક્ષેત્રે લાભ અને વૃદ્ધિનું સૂચન છે. સ્‍ત્રી મિત્રો ફાયદાકારક નીવડે. રમણીય સ્‍થળે પ્રવાસનું આયોજન થાય.

મિથુન: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપને હરીફો સાથે કે ઉપરીઓ સાથે કોઈપણ મહત્વની ચર્ચા કરવાની હોય તો શાંતિપૂર્વક કરવી અને શક્ય હોય ત્યાં સુધી કોઈપણ ચર્ચા ટૂંકમાં પતાવવી. મોજશોખની વસ્‍તુઓ ખરીદવા પાછળ ખર્ચ થશે. નોકરી- વ્‍યવસાયમાં સારું રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મધ્‍યાહન બાદ આપની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. ઉચ્‍ચ અધિકારીઓ આપના કાર્યથી સંતુષ્‍ટ રહેશે. ધનપ્રાપ્તિના યોગ છે. કૌટુંબિક અને ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહેશે.

કર્ક: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને અનૈતિક કાર્યો અને નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. આપ બોલવા પર સંયમ રાખશો તો કુટુંબમાં ખટરાગ નહીં થાય. શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવા માટે વિચારોમાં ઉદારતા લાવવી અને પોઝીટીવ દૃષ્ટિકોણથી કોઇપણ બાબત જોવી. નાણાંભીડની શક્યતા ટાળવા માટે અગાઉથી ખર્ચનું આયોજન કરવું. બપોર પછી વિદેશથી અથવા દૂરના અંતરેથી સારા સમાચાર મળે. ઉપરી અધિકારીઓનું વર્તન તમને નારાજ કરી શકે છે માટે કામમાં ક્યાં ચુક ના રહે તેનું ધ્યાન રાખવું. હરીફો સાથે વાદવિવાદમાં ન પડવું.

સિંહ: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપ તબિયતથી ખુશમિજાજ અને રંગીન રહેશો. પ્રણય રોમાન્‍સ પૂરબહારમાં ખીલશે. દોસ્‍તો, સંબંધીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. આનંદદાયક પ્રવાસનું આયોજન કરો. જાહેરમાં માન- સન્‍માન મળશે. ભાગીદારો સાથે સમય સારો રહે. મધ્‍યાહન પછી આપ- માનસિક થાક અનુભવશો. ગુસ્‍સાની લાગણી પર અંકુશ રાખવાની સલાહ છે. પરિવાર સાથે વિખવાદથી બચવા વાણી પર સંયમ કેળવવો પડશે. વધુ પડતા ખર્ચને કારણે આર્થિક તંગી અનુભવશો માટે બિનજરૂરી ખર્ચ ટાળવો. પ્રભુભક્ત‍િ અને આધ્યાત્મિક વિચારો આ સમયે આંતરિક શાંતિનો અનુભવ કરાવશે.

કન્યા: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે આપના સ્‍વભાવમાં વધારે પડતી સંવેદનશીલતા હશે. કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. યશકિર્તીની વૃદ્ધિ થાય. મોસાળમાંથી સારા સમાચાર મળે. તનમનથી પ્રસન્‍નતા અનુભવશો. કુટુંબમાં સુખશાંતિ જળવાશે. બપોર પછીનો સમય પ્રણય અને રોમાન્સ માટે અનુકૂળ સમય છે. આપનું દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો. પ્રવાસ- પર્યટનની શક્યતાઓ છે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખ મળે.

તુલા: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. લેખનકાર્ય અને સર્જનાત્‍મક પ્રવૃત્તિઓ માટે સારો દિવસ છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાનું થાય. આકસ્મિક ધનખર્ચનો યોગ છે. બપોર પછી કરેલા કાર્યોમાં તમને સફળતા મળશે. યશકિર્તીમાં વૃદ્ધિ થાય, આજે આપ વધારે પડતા ભાવનાશીલ રહેશો. નોકરીમાં અનુકૂળ વાતાવરણ રહે અને સાથી કાર્યકરોનો સહયોગ મેળવી શકો. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે.

વૃશ્ચિક: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપને જીદ્દીપણું ટાળવાની સલાહ છે. લાગણીશીલતા કાબૂમાં રાખવાથી માનસિક પરેશાની નહીં અનુભવો. નાણાકીય બાબતોનું આયોજન થાય. વસ્‍ત્રાભૂષણો તેમજ સૌંદર્ય પ્રસાધનો પાછળ ખર્ચ થાય- માતાથી લાભ મળે. મધ્‍યાહન બાદ આપના વિચારોમાં ઝડપી ફેરફાર થશે. નવા કામની શરૂઆત ન કરવી. બૌદ્ધિક પ્રવૃત્તિઓ હાથ ધરશો. પેટને લગતી બીમારીઓથી સાવધ રહેવું. યાત્રા- પ્રવાસ નિવારવા.

ધન: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. દિવસના ભાગમાં આજે આપ માનસિક રીતે હળવાફુલ હશો. પરિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા કે આયોજન કરશો. મિત્રો સાથે ધનિષ્‍ઠતા વધે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય, પરંતુ બપોર પછી વધારે પડતી સંવેદનશીલતા અનુભવો. માનસિક બેચેની રહે. મહિલાઓ શ્રૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

મકર: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપને ધાર્મિક વિચારો આવે અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. વધુ પડતા વાદવિવાદોથી દૂર રહીને પરિવારના સભ્‍યો સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવવો. વધુ પડતી અપેક્ષાઓ છોડવી અને થોડામાં સંતોષની નીતિ અપનાવવી. મધ્‍યાહન બાદ આપનું મન ચિંતામુક્ત બનશે. મિત્રો સ્‍વજનો સાથેની મુલાકાતથી મન આનંદ અનુભવશે. ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. પ્રિયતમાનો સાથ માણશો. પ્રવાસ મુસાફરીની શક્યતા છે. ભાઇબહેનો સાથે સુમેળ રહે.

કુંભ: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપ સાંસારિક બાબતો તરફ ઓછું અને આધ્યાત્મિક તરફ વધારે ઝુકેલા હશો. મનમાં કોઇપણ નકારાત્‍મક વિચારોને સ્‍થાન ન આપવાની સલાહ છે. શારીરિક માનસિક પ્રસન્‍નતા જળવાશે. મધ્‍યાહન બાદ આપ ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો અથવા જાતે પ્રવૃત્ત થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં અનુકૂળતા રહેશે. ગૃહસ્‍થજીવનમાં શાંતિ જળવાશે. ધનલાભ થાય.

મીન: કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજે આપને નાણાની લેવડદેવડ અને મૂડીરોકાણમાં સાવચેત રહેવાની સલાહ છે. કોઇના જામીન ન થવું. કોર્ટકચેરીની કાર્યવાહીઓ સંભાળપૂર્વક કરવા સલાહ આપવામાં આવે છે. વાણી અને ગુસ્‍સા પર કાબુ રાખવો. અકસ્‍માતથી સંભાળવું. બપોર પછી શરીર અને મનની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ આપનું મન વળશે. મિત્રો તરફથી ઉપહારો મળે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.