વડોદરા જિલ્લાના જબાપુરાના યુવકે અગમ્ય કારણોસર લગાવી મોતની છલાંગ - mahisagar river
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાના સાવલીના જબાપુરા ગામ ખાતે રહેતાં શૈલેષ ગોહિલે કોઈ કારણોસર કનોડા પોઈચા બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. યુવાનના આપઘાત અંગે જાણ થતાં જ લોકટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે અને ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને માહિસાગરમાં મોંતની છલાંગ લગાવનાર શૈલેષના મૃતદેહને શોધી કાઢ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદાર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આખી ઘટના વિશે જાણકારી મેળવી હતી. હાલ,આ અંગે પોલીસે અકસ્માત મોંતનો ગુનો નોંધી આપઘાત કરવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.