માળીયા-હાટીનાના વડાળા ગામે ધોધમાં સ્નાન કરવા પહેલા 4 લોકો તણાયા, 1નું મોત - વડાળા ગામે ધોધમાં ન્હાવા ગયેલા ચાર લોકો તણાયા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે ધોધમાં ન્હાવા ગયેલા ચાર લોકો તણાયા હતા. જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવાન ડૂબી જતાં શોધખોળ હાથ ધરાઇ હતી, ત્યારબાદ ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં રાહત બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ યુવાનને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મૃતક યુવાન કેશોદ તાલુકાના ચર ગામનો દેવેન્દ્ર ભૂપતભાઈ વાઢીયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ગામના સરપંચ દ્વારા આ ધોધને પોલીસ બંદોબસ્ત અને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા માંગ કરાઈ હતી.