મોરબી જીલ્લાના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ - Winter rains also fall in Morbi district
🎬 Watch Now: Feature Video
મોરબી : જીલ્લાના આજૂબાજુના ગામડાંઓમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતાની સાથે ખેડૂતોની ચિતામાં વધારો થયો છે. ચોમાસાની સીઝનમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારના કારણે ખેડૂતો બેહાલ થયા હતા. તો હવે શિયાળામાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જો વધારે વરસાદ વરસે તો ખેતરમાં રહેલ ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.