અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 7નો આબાદ બચાવ - સ્લેબ ધરાશાયી
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી બનાવતા સમયે છત ધરાશાયી થતા 7 લોકોને જીવિત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે 2 લોકો હજુ અંદર દટાયા હોવાની આશંકા છે. ફાયર અને એમ્બ્યુલેન્સની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ છે. હાલ રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો છે.શહેરમાં વધુ એક દુર્ઘટના સર્જાઈ છે. નિકોલ વિસ્તારમાં મનમોહન ભોજલધામ પાસે અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું કામ ચાલતું હતું. તે દરમિયાન સ્લેબ ધરાશાયી થતા કેટલાક લોકો દટાયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને એમ્બ્યુલ્સની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફસાયેલા 5 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારે 2 વ્યક્તિ હજુ અંદર ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટના ફસાયેલા લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ છે. હજુ સુધી કોઈ જાનહાની સર્જાઈ નથી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
Last Updated : Aug 19, 2019, 5:13 PM IST