દ્વારકાના વોર્ડ નંબર 3માં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના પગમાં આવી ખંજવાળ, ફરિયાદ કરવા નગરપાલિકાએ દોડ્યા - વોર્ડ નંબર 3ના રહેણાક વિસ્તાર
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પડેલા અનરાધાર વરસાદને કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. ત્યારે દ્વારકાના વોર્ડ નંબર 3ના રહેણાંક વિસ્તારમાં ભરાયેલા વરસાદના પાણીમાં ઇયળો અને જીવાતો પેદા થઈ છે. જેથી રહીશોના પગના ભાગે બળતરા અને ખંજવાળ આવતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, જેથી તમામ લોકો મંગળવારના રોજ દ્વારકા નગરપાલિકાએ દોડી આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસરને મૌખિક અને લેખિતમાં ફરિયાદ જણાવી હતી. દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ હકીકત જાણીને તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ અને સફાઈ કરવાની બાંહેધરી આપી હતી.