વરસાદી માહોલમાં 10 જેટલા સિંહોએ મિજબાની માણી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ - સિંહની મિજબાની
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ ગીર પંથકમા વરસાદી માહોલ વચ્ચે સિંહોએ મારણ કરી સામૂહિક ભોજન કર્યું હતું. વરસાદી માહોલ વચ્ચે 10થી વધુ સિંહોના ટોળાએ શિકાર કર્યાની ઘટના સામે આવી છે. પાણીના ખાડામા શિકાર કરી મિજબાની માણતા સિંહોનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ધારી-તુલસીશ્યામ ગીર જંગલ આસપાસની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.