કાલોલ નગરપાલિકા પ્રમુખ સાથે ઝપાઝપીનો વીડિયો વાયરલ - Video Viral of the clash
🎬 Watch Now: Feature Video

પંચમહાલ: જિલ્લાના કાલોલ નગરપાલિકાના પ્રમુખ સાથે ડેરોલ સ્ટેશન ચોકડી વિસ્તારના લોકોએ ઝપાઝપી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિસ્તારમાં બનવવામાં આવેલા ભૂગર્ભ ગટરના સમ્પવેલમાંથી પાણી કાઢી ત્યાં આવેલા તળાવમાં ઠાલવવાની કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. પાણી કાઢવાનો સ્થાનિકો તેમજ મહિલા કોર્પોરેટર દ્વારા વિરોધ કરાતા સ્થળ પર પહોંચેલા પાલિકા પ્રમુખ સાથે સ્થાનિકોએ ઝપાઝપી કરી હતી.