વાપીમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ડ્રમ ફાટયું, પાંચ ગોડાઉન બન્યા ખાખ - ભંગારના ગોડાઉનમાં આગ
🎬 Watch Now: Feature Video
વાપી: જિલ્લાના છીરી ગામના ગાલામસાલા વિસ્તારમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અચાનક ફાટેલા ડ્રમના તણખાએ આસપાસના પાંચ જેટલા ગોડાઉનને આગની લપેટમાં લીધા હતા. આગની ઘટના બનતા નોટિફાઇડ ફાયર, વાપી ફાયર, સેલવાસ ફાયર વિભાગને અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક આવેલા ફાયરના જવાનોએ સતત 12 જેટલા ફાયર ટેન્ડર દ્વારા પાણી અને ફોમનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, સતત ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે, આગમાં કોઈ જાનહાની થઈ ના હોવાનું અને ભંગારના ગોડાઉનના માલિક પપ્પુભાઈ, ગુડ્ડુભાઈ, ચીંટુભાઈ નામના ભંગારીયાઓનો લાખો રૂપિયાનો પ્લાસ્ટીક વેસ્ટ બળીને ખાખ થઈ ગયો હતો.